Product Description
‘હું ગીતા છું’ ઉપલબ્ધ છે હવે એક લિમિટેડ એડિશન ગિફ્ટ બૉક્સમાં. આ ગિફ્ટ બૉક્સમાં મેળવો કૃષ્ણના ચુનિંદા શ્રેષ્ઠ ક્વોટેશન્સ, ભગવદ્ગીતાના સંપૂર્ણ 18 અધ્યાયનો લાઈફ-ટાઈમ ફ્રી ઑડિયો ઍક્સેસ અને દીપ ત્રિવેદીનું બેસ્ટસેલિંગ પુસ્તક ‘હું ગીતા છું’.
તો આજે જ પોતાના પ્રિયજનોને ભેટ આપો ‘હું ગીતા છું’ નું આ લિમિટેડ એડિશન ગિફ્ટ બૉક્સ.
ભગવદ્ગીતાની સાયકોલૉજી પર એક અભૂતપૂર્વ વ્યાખ્યા 700 શ્લોકોના સંપૂર્ણ સાર સાથે
“હું ગીતા છું” ભગવદ્ગીતાની પ્રથમ એવી વ્યાખ્યા છે, જે સંપૂર્ણ 700 શ્લોકોનો માત્ર “સ્પિરિચ્યુઅલ” અને સંપૂર્ણ “સાયકોલૉજિકલ સાર” સમજાવે છે. ફર્સ્ટ પર્સનમાં લખેલી આ ગીતામાં અર્જુન સવાલ પણ ‘હું’ થી પૂછે છે અને કૃષ્ણ જવાબ પણ ‘હું’ થી જ આપે છે. તેથી એવું લાગે છે કે જાણે આપણે ગીતા ‘લાઈવ’ સમજી રહ્યા છીએ.
દીપ ત્રિવેદી “હું કૃષ્ણ છું”, “હું મન છું” તથા “સર્વસ્વ સાયકોલૉજી છે” જેવા અનેક બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક છે. ભગવદ્ગીતા પર 168 કલાક સુધી લાંબુ વર્કશૉપ્સ કંડક્ટ કરવાનો આંતરરાષ્ટ્રીય રેકૉર્ડ તેમના નામે નોંધાયેલો છે. ભગવદ્ગીતાની સાયકોલૉજી પર કરેલા કાર્યો માટે ‘ઑનરરી ડૉક્ટરેટ’ની ઉપાધિથી સમ્માનિત દીપ ત્રિવેદી દ્વારા સરળ ભાષામાં લખાયેલા આ પુસ્તક દ્વારા દરેક વયનો વ્યક્તિ ભગવદ્ગીતાનો સંપૂર્ણ સારાંશ નિશ્ર્ચિત જ ખૂબ સરળતાથી ગ્રહણ કરી લેશે.
આ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં બધા પ્રમુખ ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.