Product Description
ક્ન્ફ્યૂઝન ની સાયકોલૉજી – ક્ન્ફ્યૂઝનથી ક્લેરિટી સુધીની યાત્રા
- શું કરવું અને શું ન કરવું?
- કોનું સાંભળવું અને કોનું નહીં?
- કરિઅર કયું પસંદ કરવું?
- લગ્ન કરવા કે નહીં? કરવા તો કોની સાથે કરવા?
- સારું શું અને ખરાબ્ શું?
- જીવન આ રીતે બનશે કે પેલી રીતે?
આવા હજાર ક્ન્ફ્યૂઝન્સમાં દરેક વ્યક્તિ જીવી રહ્યો છે. દુનિયાભરના મનુષ્યોમાં જો કોઈ એક સમાનતા છે તો તે એ જ કે, બધાં નાનીથી માંડીને મોટી સુધીની દરેક વાત માટે ક્ન્ફ્યૂઝ્ડ છે. પરિણામસ્વરૂપે…
ક્ન્ફ્યૂઝન – નો એક્શન – નો રિઝલ્ટ
“ક્ન્ફ્યૂઝન ની સાયકોલૉજી” બેસ્ટસેલિંગ લેખક દીપ ત્રિવેદી દ્વારા લિખિત એક એવું પુસ્તક છે જે તમારા તમામ ક્ન્ફ્યૂઝન્સને દૂર કરીને તમારા જીવનમાં ક્લેરિટી લાવે છે. દીપ ત્રિવેદી જેમણે `હું મન છું’, `હું કૃષ્ણ છું’, `હું ગીતા છું’ અને `સર્વસ્વ સાયકોલૉજી છે’ જેવા અનેક બેસ્ટસેલિંગ પુસ્તકો લખ્યા છે, તેમણે આ પુસ્તકમાં અતિ સરળ ભાષામાં મનુષ્યના ક્ન્ફ્યૂઝ્ડ રહેવાના તમામ પ્રમુખ કારણોને વિગતવાર સમજાવ્યા છે. સાથે જ, તેમણે ક્ન્ફ્યૂઝન્સમાંથી છુટકારો મેળવવાના સરળ તથા પ્રેક્ટિકલ ઉપાય પણ બતાવ્યા છે.
આ પુસ્તક અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં બધાં પ્રમુખ બુક સ્ટોર્સ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.


