Product Description
<p>ભાગ્ય એક બહુ ચર્ચાસ્પદ અને ખૂબ જ દિલચસ્પ વિષય છે, પરંતુ આના વિશે બહુ જ ઓછું જ્ઞાત છે. ‘ભાગ્ય’ શબ્દ, તેની કાર્યપ્રણાલી તથા મનુષ્ય-જીવન પર પડનારા તેના પ્રભાવ વિશે અસંખ્ય પ્રશ્ર્નો ઊભા થાય છે. પણ ભાગ્ય હકીકતમાં છે શું? શું ભાગ્યનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ છે? શું ભાગ્ય લખેલું હોય છે? શું ભાગ્ય સંયોગ માત્ર છે કે પછી માત્ર પસંદગી? શું આપણે ભાગ્યની પ્રતીક્ષા કરવી જોઈએ કે પછી તેની પાછળ દોડવું જોઈએ? આવા જ અનેક સવાલોના જવાબ, આ પુસ્તક ‘ભાગ્યનાં રહસ્ય’માં વાંચો, કે જે પ્રસિદ્ધ લેખક અને વક્તા દીપ ત્રિવેદીએ લખ્યું છે. આ પુસ્તકમાં, દીપ ત્રિવેદી ન માત્ર ભાગ્યનાં રહસ્યો અને આપણા અસ્તિત્વને ચલાવનારા ભાગ્યના નિયમો પરથી પડદો ઉઠાવે છે, બલ્કે તેઓ આપણને પોતાનું ભાગ્ય સ્વયં ઘડવાની કળા પણ શીખવે છે.</p> <p>જો સફળતાનાં શિખર સર કરવા, તેમ જ આનંદ અને મસ્તીથી જીવવું તમારા જીવનનાં ઉદ્દેશ્ય છે, પરંતુ તેને માટે તમને કોઈ યોગ્ય માર્ગ ન દેખાઈ રહ્યો હોય, તો આ પુસ્તક તમારે માટે છે.</p>