Product Description
‘હું કૃષ્ણ છું’ – કૃષ્ણની સંપૂર્ણ આત્મકથા – 6 પુસ્તકોનો આ કમ્પ્લીટ સેટ, જે વિશ્ર્વનું એવું પ્રથમ પુસ્તક છે, જેમાં કૃષ્ણનાં સંપૂર્ણ જીવનનો ક્રમબદ્ધ ઉલ્લેખ કર્યો છે. જેને બેસ્ટસેલર્સ ‘હું મન છું’ અને ‘101 સદાબહાર વાર્તાઓ’નાં લેખક તથા સ્પીરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના પાયોનિયર દીપ ત્રિવેદીએ લખેલ છે, અને એટલે એમણે જરૂરી જગ્યાઓ પર કૃષ્ણની સાયકોલોજી ઉપરથી પડદા પણ ઉઠાવ્યા છે અને એ પણ જણાવ્યું છે કે કૃષ્ણએ જે કર્યું તે કેમ કર્યું. આત્મકથાનાં સ્વરૂપમાં લખેલ ‘હું કૃષ્ણ છું’ વાંચી લીધા પછી વાચકોને એ ખ્યાલ આવે છે કે કૃષ્ણએ કેવી રીતે પોતાનાં કર્મોનાં બળે જીવનનાં દરેક સંઘર્ષ પર વિજય મેળવ્યો અને એ ઊંચાઈ પર જઈ બેઠા જેવા એમને આપણે જાણીએ છીએ.
‘હું કૃષ્ણ છું’ ના પ્રથમ ત્રણ ભાગ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે તથા તેના પ્રથમ ભાગને વર્ષ 2018 ના Crossword Book Awards ની ‘Best Popular Non-Fiction’ કેટેગરી માટે નામાંકિત પણ કરવામાં આવ્યો છે.
‘હું કૃષ્ણ છું’ની આ સમગ્ર શ્રેણીને વાંચી લીધા પછી કૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલા અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્નોના જવાબ આપોઆપ મળી જાય છે જેવાં કે: કૃષ્ણ અને રાધાનો પ્રેમ શું હતો? કૃષ્ણએ કેટલાં લગ્ન કર્યા હતાં? કૃષ્ણએ દ્વારકા કેમ અને કેવી રીતે વસાવી હતી? કૃષ્ણએ મહાભારતનાં યુદ્ધ વખતે કેમ પાંડવોને જ સાથ આપ્યો હતો? આ યાદવાસ્થળી શું છે? ચોક્કસપણે કૃષ્ણની આ સંપૂર્ણ આત્મકથાને વાંચતા-વાંચતા વાચક ક્યારે જીવનનાં ઊંડાણ અને મનની ઊંચાઈઓની વચ્ચે ડુબકીઓ લગાવવાનું શરૂ કરી દેશે, તેની એને ખબર જ નહીં પડે. ‘હું કૃષ્ણ છું’ જેને અનેક પૌરાણિક ગ્રંથોમાંથી ગહન અધ્યયન પછી લખ્યું છે. જે ગ્રંથોમાં પ્રમુખ છે:
મહાભારત, ઐતરેય આરણ્યક, નિરુક્ત, ગર્ગ સંહિતા, ઈંડિકા, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, માર્કંડેય પુરાણ, ભાગવત પુરાણ…
‘હું કૃષ્ણ છું’, આ 6 ભાગોના આ પુસ્તકોનો કમ્પ્લીટ સેટ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.