Books by Deep Trivedi

A book by Deep Trivedi · aatmanestore

Third Heaven (Gujarati) – Deep Trivedi

Gujarati edition

₹399

An extraordinary story where history’s greatest minds meet—and philosophy, science and imagination come together. By Deep Trivedi.

SKU: 9789384850913 Category:

Description

થર્ડ હેવન

શું થાત જો મનુષ્ય ઇતિહાસના તમામ દિવંગત મહાન લોકો ખરેખર ક્યારેય વિલુપ્ત જ ન થયા હોત? શું થાત જો મૃત્યુ પછી તેઓ બધા ખુદને એક એવા સ્થાને મળત જ્યાં વિચારો ક્યારેય ક્ષીણ જ નથી થતા? અને શું થાત જો તમને એક એવો અવસર મળત કે તમે દરેક ક્ષેત્રના તમારા પ્રિય મહાનાયકોને પુનઃ જીવિત જોઈ શકત?

‘થર્ડ હેવન’ એક વિચાર-પ્રેરક અને મનનીય પુસ્તક છે, જે દીપ ત્રિવેદી લિખિત છે, જેઓ બેસ્ટ-સેલિંગ પુસ્તકો જેવી કે ‘હું મન છું’, ‘હું કૃષ્ણ છું’, ‘હું ગીતા છું’, ‘સર્વસ્વ સાયકોલૉજી છે’ તથા અન્ય અનેક પુસ્તકોના લેખક છે. આ પુસ્તકમાં લેખક એક વિશિષ્ટ દુનિયાની કલ્પના કરે છે, જેનું નામ છે થર્ડ હેવન, જ્યાં ઈતિહાસના મહાનતમ મસ્તકો પૃથ્વી પરના જીવનથી પરે અસ્તિત્વ ટકાવી રાખે છે.

અહીં આઈન્સ્ટાઈન વાસ્તવિકતાને વાળી રહ્યા છે અને સોક્રેટિસ પ્રત્યેક સત્યને દરેક મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. અહીં ક્રાઈસ્ટ અને કૃષ્ણ આ સમગ્ર અસ્તિત્વના મૂળ ઉદ્દેશ્યને સમજાવી રહ્યા છે, તો બુદ્ધ શૂન્યમાં એ બધું જ જોઈ રહ્યા છે જે અન્ય કોઈ જોઈ શકતું નથી.

વૉલ્ટ ડિઝની એવી દુનિયાનું સ્વપ્ન જોઈ રહ્યા છે જે કલ્પનાથી પણ વધુ જીવંત છે. અને રુમી, ગાલિબ, ખલીલ જિબ્રાન જેવા કવિ તથા ફિલૉસોફર હવામાં જ ભાવનાઓને ભેળવી રહ્યા છે.

જોકે, આ કોઈ શાશ્વત આરામનું સ્થાન નથી.

આ થર્ડ હેવનમાં આધુનિક ખ્યાલો અને પ્રાચીન દર્શનશાસ્ત્ર હંમેશાં અથડાતા રહે છે અને રહી-રહીને તીવ્ર વાદ-વિવાદ પેદા કરે છે. મનુષ્ય ઇતિહાસના સર્વશ્રેષ્ઠ જીનિયસ આઈન્સ્ટાઈન ટાઈમ-ટ્રાવેલના માધ્યમથી સમજાવે છે કે કેવી રીતે ફરીથી મહાભારત યુગમાં પહોંચી શકાય છે, જેથી કૃષ્ણને ગીતા બોલતા જીવંત જોઈ શકાય.

સાથે જ લિયોનાર્ડો દા વિંચી છે, જે નિકોલા ટેસ્લા, સ્ટીવ જૉબ્સ, એડિસન, હેનરી ફોર્ડ તથા અન્ય વિઝનરીઝને એકત્ર કરીને અત્યંત જ્વલંત પ્રશ્ન પૂછે છે કે, આજના યુવાનોએ શ્રેષ્ઠ જીવન જીવવા માટે ખરેખર શું જરૂરી છે?

અને આ બધાના કેન્દ્રમાં સ્થિત છે એક અત્યંત શક્તિશાળી એઆઈ–સંચાલિત ક્વોન્ટમ કોમ્પ્યુટર, જે મન, જીવન અને બ્રહ્માંડ સંબંધિત દરેક ઊંડા રહસ્યને ખોલે છે.

અહીં સદીઓથી પૂછવામાં આવી રહેલા બ્રહ્માંડથી લઈને જીવન સુધીના અત્યંત ગહન સવાલોના જવાબ અંતે ઉપલબ્ધ છે, પરંતુ શું તમે એ જવાબોને જાણવા માટે તૈયાર છો?

થર્ડ હેવનમાં આવો અને આ અનોખી, અદ્ભુત અને મનમોહક વાર્તાથી જાતે જ જાણી લો!!!

થર્ડ હેવન અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં બધાં પ્રમુખ બુક સ્ટોર્સ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.

Additional information

Language

Gujarati

Reviews

There are no reviews yet.

Be the first to review “Third Heaven (Gujarati) – Deep Trivedi”

Your email address will not be published. Required fields are marked *