humannchu-guj

HU MANN CHU (In Gujarati) (Paperback)

299.00

Publisher: Aatman Innovations Pvt Ltd

Language:  Gujarati

Binding Type: Paperback

Total Pages: 230 pages

ISBN 10: 8192669092

ISBN 13: 978-8192669090

Reading Age: 14 years and above

Item Weight: 300 g

Dimensions: 20.3 x 25.4 x 4.7 cm

Country of Origin: India

SKU: Mind_Guj Category:

Product Description

–   શું તમે જાણો છો કે હું કોણ છું?

–   શું તમને ખબર છે કે બુદ્ધિ અને મન બંને અલગ-અલગ છે?

–   શું તમને ખબર છે કે એકવાર તમે મારા પર, એટલે કે તમારાં મન ઉપર માસ્ટરી મેળવી લીધી તો તમે; ક્યારે, કોણ, કેમ અને શું કરી રહ્યું છે એની સચોટ જાણકારી મેળવી શકો છો?

–  અને એકવાર તમે મને પોતાનો મિત્ર બનાવી લીધો પછી તો હું જ તમારું જીવન કયાંથી ક્યાં પહોંચાડી દઈશ.

‘સુખ અને સફળતા’ દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ એ તેને પામવાથી ઘણીવાર ચૂકી જાય છે. અને એનું કારણ એક જ છે કે મન વિશે ઓછું જ્ઞાન ઉપલબ્ધ હોવાને લીધે મનુષ્ય પ્રાય: એવી ભૂલો કરી બેસે છે, જેનાથી એનું જીવન ભટકી જાય છે. તો એનો ઉપાય શું છે? માત્ર એક; મને, એટલે કે પોતાનાં મનને સમજો.

આ પુસ્તકમાં મારાં તમામ રહસ્યોને પૂરી રીતે ઉજાગર કરવામાં આવ્યાં છે. અને સાથોસાથ જીવનના બધાં પાસાઓ સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર પણ એમાં મળે છે. અને સહુથી મોટી વાત એ કે એકવાર તમે મારા પર એટલે કે તમારાં મન પર માસ્ટરી મેળવી લીધી તો પછી તમે બીજાઓનાં મનોને પણ જાણી અને સમજી શકશો કે તેઓ જે કાંઈ પણ કરી કે વિચારી રહ્યાં છે, એમનાં એમ કરવા કે વિચારવાની પાછળનાં કારણ શું છે? આવી કળા તમને આજની દુનિયામાં બાકીનાઓથી આગળ રાખશે, કેમકે આજ વસ્તુ સફળતા મેળવવામાં પ્રમુખ ભૂમિકા નિભાવે છે. આ પુસ્તકને વધુ રસપ્રદ બનાવવા માટે ત્રેવીસ નાની વાર્તાઓ અને દ્રષ્ટાંતો દ્વારા મારી કાર્યપ્રણાલીને આસાનીથી સમજાવવામાં આવી છે, જેનાથી એ દરેક વયનાં લોકોને પસંદ પણ આવશે અને સરળતાથી સમજમાં પણ આવશે. બીજું બધું તો ઠીક, પણ આમાં ચાઈલ્ડ સાયકોલૉજી વિશે પણ ઊંડાણથી જણાવવામાં આવ્યું છે. એટલે જ આ પુસ્તક ઉછેર કરવાની કળા પણ શીખવે છે. સુખ અને સફળતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે! શું તમે એને મેળવવા નથી માંગતા? બસ તો મને, એટલે કે તમારાં મનને સમજો અને જીવન ઉત્કૃષ્ટ બનાવી લો.

આ પુસ્તક અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે.