Description
કૃષ્ણ – સહુથી અધિક પૂજાનારા
કૃષ્ણ – સહુથી વધારે લોકપ્રિય
કૃષ્ણ – સહુના હૃદયનાં ધબકાર
પણ મુખ્ય પ્રશ્ર્ન એ કે… તમે કૃષ્ણનાં વિષયમાં હકીકતે જાણો છો કેટલું?
શું કૃષ્ણએ ખરેખર સ્યમંતક-મણી ચોર્યો હતો?
શું કૃષ્ણએ દ્વારકામાં વેશ્યાઓને વસાવી હતી?
શું કૃષ્ણએ હકીકતમાં 16,108 લગ્ન કર્યાં હતાં?
શું કૃષ્ણનો મોટા ભાગનો પરિવાર તેમની આંખ સામે જ વિનાશ પામ્યો હતો?
આ જ તો વાત છે કે કૃષ્ણ વિશે તમે એટલું જ જાણો છો જેટલું ટીવી સિરીયલોમાં તમે જોયું છે! …અને આ બધાંએ મળીને કૃષ્ણના જીવનને શું નું શું બનાવી દીધું છે. આ સ્થિતિમાં કોઈ એ કેવી રીતે જાણે કે તેમના જીવનમાં સાચું કેટલું છે અને કાલ્પનિક કેટલું? તેથી બસ આ જ ઉદ્દેશ્ય સાથે ‘હું કૃષ્ણ છું’, ‘હું મન છું’, ‘101 સદાબહાર વાર્તાઓ’, ‘તમે અને તમારો આત્મા’ તથા ‘3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો’ જેવા ઘણાં બેસ્ટ-સેલિંગ પુસ્તકોના લેખક, દીપ ત્રિવેદી પ્રસ્તુત કરે છે ”કૃષ્ણનાં 200+ ચોંકાવનારાં સત્ય”, જે બધાં પ્રાચીન શાસ્ત્રોનાં ઊંડા રિસર્ચ પર આધારિત છે. મહાભારત, હરિવંશ પુરાણ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા જેવા 30 થી વધુ શાસ્ત્રોમાંથી રિસર્ચડ આ પુસ્તક તમને કૃષ્ણનાં જીવનનાં એવા જાણકાર બનાવી દેશે કે આની પછી તમારે કોઈપણ શાસ્ત્ર વાંચવાની જરૂર જ નહીં પડે. જાણો તમારાં ‘નાયક’ કૃષ્ણનાં જીવનનાં 200+ ચોંકાવનારા ન સાંભળેલા કિસ્સા!
આ પુસ્તક અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં બધાં પ્રમુખ બુક સ્ટોર્સ અને ઈ-કૉમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.
Book details
Publisher: Aatman Innovations Pvt Ltd
Language: Gujarati
Binding Type: Paperback
Total Pages: 240 pages
ISBN 10: 9384850268
ISBN 13: 978-9384850265
Reading Age: 14 years and above
Item Weight: 200 g
Dimensions: 14.2 x 1.5 x 19.7 cm
Country of Origin: India





