101__Gujarati

101 SADABAHAR VARTAO

245.00

Publisher: Aatman Innovations Pvt Ltd

Language:  Gujarati

Binding Type: Paperback

Total Pages: 260 pages

ISBN 10: 9384850691

ISBN 13: 978-9384850692

Reading Age: 14 years and above

Item Weight: ‎ 650 g

Dimensions: 20.3 x 25.4 x 4.7 cm

Country of Origin: India

SKU: 101-Stories_Gujarati Category:

Product Description

‘૧૦૧ સદાબહાર વાર્તાઓ’માં સર્વકાલીન સર્વશ્રેષ્ઠ વાર્તાઓ છે, જેને સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સનાં પાયોનિયર અને બેસ્ટસેલર્સ ‘હુ મન છું’ અને ‘હું કૃષ્ણ છું’ ના લેખક દીપ ત્રિવેદીએ લખી છે. મનુષ્યજીવનને ઊંડાણપૂર્વક સમજવા અને સમજાવવાવાળા દીપ ત્રિવેદીએ આ વખતે વાર્તાઓ દ્વારા લોકોને જીવન પરિવર્તિત કરી દેનારી ફિલૉસોફિઝની ભેંટ આપી છે. સરળતમ ભાષામાં લખાયેલી આ વાર્તાઓ વાચકોને મહાપુરુષો, વૈજ્ઞાનિકો અને દાર્શનિકોની રોમાંચક દુનિયાની સફર પર લઈ જાય છે. આ વાર્તાઓમાં મનુષ્યજીવનનાં દરેક પાસાને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેમ કે પ્રેમ, ક્રોધ, લોભ, અહંકાર, લઘુતાગ્રંથિ, વગેરે… જેથી એમને વાંચીને વાંચનારાઓને ન માત્ર મજા પડશે, બલ્કે એના થકી એમના જીવનમાં જરૂરી સકારાત્મક પરિવર્તન પણ આવશે. મહાન દાર્શનિકો જેવા કે સોક્રેટિસ અને રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન હોય કે પછી મુલ્લા નસીરુદ્દીનની રસપ્રદ વાતો, તથા ક્રાઈસ્ટની અણમોલ શીખામણ હોય કે પછી વોલ્ટ ડિઝનીનું સપનું કે હેલેન કેલરની વિજયી જીવન-યાત્રા – આ વાર્તાઓ ન કેવળ બધી ઉંમરનાં બાળકો માટે પ્રેરણાદાયી છે, બલ્કે તેમનાં માતા-પિતા અને ટીચર્સ માટે પણ એટલી જ ઉપયોગી છે. આ પુસ્તકની સૌથી ખાસ વાત વાર્તાઓનાં સારમાં સમાયેલી છે, જેમાં દીપ ત્રિવેદી વાર્તાનાં ગહન સાયકોલૉજિકલ અને ફિલૉસોફિકલ પાસાંઓને ખૂબજ સરળતાપૂર્વક સમજાવે છે, જેથી વાત વાચકોનાં મનનાં ઊંડાણમાં સહેલાઈથી ઉતરી પણ જાય અને તેઓ જીવનમાં સફળતાનાં શિખરો પણ આંબી શકે.

આ પુસ્તક અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાં પણ ઉપલબ્ધ છે.